દાહોદની બાળ પ્રતિભાઓ- જ્યાંથી આવે છે એ લોકજીવન

દાહોદની બાળ પ્રતિભાઓ- જ્યાંથી આવે છે એ લોકજીવન

નાનીખજુરી ગામની આસપાસ અને દાહોદ જિલ્લામાં હજુ પણ અનેક માન્યતાઓ, પરંપરાઓ, આદિવાસી સંસ્કૃતિ ધરાવે છે. આ પરંપરા ધરાવતા બાળકોને શિક્ષણ આપવા માટે એ પરંપરાઓની માહિતી હોવી જોઈએ.‌ વરસાદ પડવા માટે ઘણાં બધા પરિબળો ભાગ ભજવે છે. વૈજ્ઞાનિક અભિગમ ન જાણનારા લોકો એના માટે વરસાદના દેવને વિનવવા માટે પ્રાર્થના કરે છે. આ સમાજના બાળકોને ભવિષ્યમાં વૈજ્ઞાનિક અભિગમ વિશે ખ્યાલ આવે, બંને પેઢીઓ એક બને એ પણ એટલું જ જરૂરી છે. આ પણ જરૂરી છે. 

 

વરસાદ આધારિત ખેતી પર જીવતાં લોકો કુદરત પર ભરોસો રાખતાં હોય છે. દુનિયાથી હજુ પણ કેટલીક બાબતોમાં અલિપ્ત આ પેઢી એની પરંપરાઓમાં રચેલી રહે છે. 

 

દાહોદ-પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હોય છે ત્યારે બાઈઓ એમની વાહરે આવે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં વરસાદને ઈન્દ્ર દેવ માનીને એને આવવા માટે વિનવણી કરવામાં આવે છે.

 

નીચે વિડિયોમા દેખાતા પુરુષોના કપડાં પહેર્યાં એ ખરેખર સ્ત્રીઓ છે. ખરેખર તમે ન જાણ્યું હોય તો ચોંકી જશો. આ ખેડૂ સ્ત્રીઓ પુરુષોના વસ્ત્રો પહેરીને નિકળે છે. હાથમાં વિવિધ સ્થાનિક હથિયારો, લાકડીઓ અને માથે પાઘડી કે ફેંટા બાંધીને નિકળે છે. કોઈ પુરુષ સામે આવે તો એની પાછળ પડે છે. એટલે એ વખતે પુરુષો દૂર રહે છે. સ્ત્રીઓ ગીતો ગાય છે. ગરબા રમે એમ ગોળ ગોળ ફરીને એ નાચતી હોય છે. વરસાદ ન આવે અથવા ખેંચાય જાય ત્યારે પોતાના અમૂલ્ય પાક માટે વરસાદને આવવા માટે વિનંતી કરતી આ ઘટનાને અહીં "ધાડ ચડી કે ધાર સડી" એમ કહે છે. એ ગામનાં કોઈ સ્થાન દેવતા કે પ્રકૃતિ દેવની પાસે જઈને પોતાની આ પ્રાર્થના હની પરંપરાને એ દિવસે પુર્ણ કરે છે. એ પરંપરા પછી બાજુનાં ગામમાં થાય એમ વારાફરતી દરેક ગામમાં ચાલતી રહે છે.

 

આજે વોટ્સએપ પર એક ગામનો વિડિયો આવ્યો. આવું અહીં દરેક ગામમાં થાય છે. કેટલાંક એને અંધશ્રદ્ધા માને છે તો કેટલાક એને અહીંની આસ્થા. વરસાદ એનું કામ કરશે. પણ ક્યારેક આવી સામૂહિક પ્રાર્થના ફળતી હોય છે. એથી વરસાદ પણ આવી જતો હોય છે. અહીં વરસાદના દેવ ઈન્દ્રને માનવામાં આવે છે. અને એની પ્રાર્થના આપ સાંભળી શકો છો. અહીંની લોકબોલીમાં છે. આ ધાડ પડે છે ત્યારે વરસાદ પણ પડી શકે છે.

 

સમૂહ ગીતના શબ્દો

 

તમાર બાળુડા પોકાર કરે હો ઈન્દરા રે ભગવાન

તમાર બાળુડાની લાજ રાખો હો ઈન્દરા રે ભગવાન

તમે વેલા ન વેલા આવો હો ઈન્દરા રે ભગવાન..

તમાર બાળુડા તરસ્યા મરે હો ઈન્દરા રે ભગવાન

https://m.facebook.com/story.php?story_fbid=1964423580381204&id=100004407429105

To Top ↑