અવકાશનું વિસ્તરણ:  ૩ મિનિટ થી – ૧૩.૮ બિલિયન વર્ષ સુધી

અવકાશનું વિસ્તરણ: ૩ મિનિટ થી – ૧૩.૮ બિલિયન વર્ષ સુધી

બિગબેંગ અથવા મહાવિસ્ફોટ થયાના માત્ર ૧૦-૪૩ સેકંડ જેટલી પળ પહેલા કુદરતી ચાર પ્રકારના બળો એકજુટ હતા.

૧. ગુરુત્વાકર્ષણ

૨. સ્ટ્રોંગ ન્યુકિલયર બળ

૩. વીક ન્યુકિલયર વીક ફોર્સ

૪. ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ

મહાવિસ્ફોટનો પ્રથમ તબક્કો સ્થિતિકરણ અથવા ઇનફલેશન તરીકે વ્યાખ્યાયિત છે ,જે અવસ્થા ક્વોન્ટમ ફ્લકચ્યુએશન (અસ્થિરતા) તરીકે પણ ઓળખાય છે. (ક્વોન્ટમ એટલે અતિસૂક્ષ્મ ફિસિકલ માત્રા જેની ભૌતિક વિજ્ઞાન માં સમજૂતી આપી શકાય). આ ઇનફલેશન માત્ર ૧૦-૨૩ સેકંડ સુધી થયું. આ પછીની ૧ માઇક્રો સેકંડ સુધી (૧૦-૩)   માં પ્રોટોન બનવાની શરૂઆત થઈ. ત્યારબાદ ૦.૦૧ સેકંડ થી ૩ મિનિટ સુધી નાભીકીય સંલયન (ન્યુકિલયર ફયુસન) પ્રક્રિયા થઈ. ન્યુકિલયર એનર્જી સંલયન અથવા વિખંડન એમ બે રીતે ઉત્પન થાય. માત્ર ૩ મિનિટના સમયગાળા માં પ્રચંડવેગ થી ક્રમશઃ ગુરુત્વાકર્ષણ બળ, સ્ટ્રોંગ તથા વીક ન્યુકિલયર બળો અને ઇલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સ એમ ચાર મુખ્ય કુદરતી બળો છૂટા પડ્યા. આ સમયગાળાને અંધકાર યુગ અથવા ડાર્ક એરા પણ કહે છે કારણ કે એ દરમ્યાન પ્રકાશનું અસ્તિત્વ ના હતું.

આ ત્રણ મિનિટ માંજ સમગ્ર બ્રહ્માંડ જાણે વિસ્તરણ પામ્યું હોય એમ કુદરતી બળો છુટ્ટા પડીને એક નવા યુગની શરૂઆત થઇ, એ પણ મહાવિસ્ફોટના ૩ લાખ ૮૦ હજાર વર્ષો પછી!!! આજે માહવિસ્ફોટને ૧૩.૮ બિલિયન વર્ષ (૧ બિલિયન-૧૦૦ કરોડ) થયા છે. રિલેટીવીટીની થીયરી આધારિત, અને હબલ ટેલિસ્કોપની મદદ થી આપણે ભૂતકાળ માં જઈને,વિસ્ફોટ પછીના ૩ લાખ ૮૦ હજાર વર્ષ પછીની જ માહિતી મેળવી શકયા છીએ, જેને આપણે C.M.B.R. (Cosmic magnetic Background Radiation, બ્રહ્માંડીય સૂક્ષ્મતરંગ પૃષ્ઠ ભૂમિ) તરીકે ઓળખીએ છીએ, જે અલગ અલગ ધબ્બાઓના સ્વરૂપે દ્રશ્યમન થયું. આ ધબ્બાનું ચિત્ર એ ખરેખર વાસ્તવિક બ્રહ્માંડનો સ્નેપ શૉટ છે. આ તબ્બકાને PRIMORDIAL ERA પણ કહે છે, જેમાં ખૂબ જ અસ્થિર કહી શકાય એવા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની રેડીએશન એબ્સૉર્બ કરવાની ક્ષમતા પૂરી થતાં, એનર્જીનું આ પ્રચંડ સ્વરૂપ જીરવવું એકદમ અશક્ય બન્યું અને પ્રકાશનો ઉદ્ભવ થયો. પ્રકાશના કણને આપણે (H+) ફોટોન તરીકે ઓળખીએ છીએ. અને સાથે જ એક તટસ્થ હાઈડ્રોજનનું નિર્માણ થયું. ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયર બળોના સમન્વય થી પ્રકાશ ઉદભવ્યો એમ કહી શકાય. ટેકીયોન પાર્ટીકલ (TACHYONIC PARTICLE) જે પ્રકાશ કરતાં પણ વધુ ગતિથી વિસ્તરે છે, એનું અસ્તિત્વ પણ નકારી સકાય તેમ નથી.

ત્યારબાદનો તબબકો એટલે કે STELLIFEROUS ERA, એટલે કે ૩૦૦ મિલિયન વર્ષ પછી તારાઓ ,ગેલેક્સીઓ, (આકાશગંગાઓ), ગેલેક્સી સમહુ     , અને ગેલેક્સી મહાસમૂહ અસ્તિત્વમાં આવ્યા. મોટા તારાઓ લાખો વર્ષો પછીપોતાનું ન્યુયુકિલયર ઈંધણનો ઉપયોગ કરી અને અંતે ઠરીઠામ થઈ અદ્ધભૂત ચળકાટ ધરાવતા તારાઓ છેલ્લે WHITE DWARFT, BROWN DWARFT, NEWTRON STAR અને BLACK HOLE માં પરિણમે છે. આ તબક્કો વર્તમાન તબક્કો છે.

અવકાશ હજુ પણ વિસ્તરણ પામે જ છે, આવનારા તબ્બકાઓ THE DEGENERATE ERA BLACK HOLE ERA અને DARK ERA ના હશે. ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ ચાલી પણ રહ્યો છે. સાથે સાથે સમય પણ વિસ્તરી રહ્યો છે.

અવકાશ (સ્પેસ) એ ખુદ વિસ્તરણ પામીને બનેલી અવસ્થા છે, મહાવિસ્ફોટની ઘટના પછી જ અવકાશનું નિર્માણ થયું છે. એવી પેહલા કોઈ અવકાશિય પરિસ્થિતિ હતી જ નહિ કે સમગ્ર બ્રહ્માંડનો સમાવેશ થઈ શકે. મહાવિષ્ફોટ પછી જ અવકાશની રચના થઈ છે જેની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે,સાથે સાથે એવી પણ દલીલ છે કે આ પ્રકારે અન્ય બ્રહ્માંડ અલગઅલગ દિશાઓ માં વિસ્તરેલા છે, જેના સિદ્ધાંતો પણ આપણાં બ્રહ્માંડ થી અલગ હોઇ શકે. આપણું બ્રહ્માંડ એટલે કે જેને વિજ્ઞાન અત્યાર સુધી જાણી શકયું છે તેના વિસ્તરણની સાથે સમયનું પણ વિસ્તરણ થયું છે. અને સમય અવકાશ માં ઊંડા ઊતરીએ તો ગેલેક્સીઓ અથવા બ્લેકહોલની નજીક તે ધીમો પડે છે, જ્યારે વર્તમાનP માં તે ખૂબજ જડપથી વિસ્તારી રહ્યો છે. (સમયના વિસ્તરણ માટે ટાઈમ ડાઈલેશન થીયરી અલગ થી જાણીશું).

સમય વિશે દુનિયાના ઘણા લોકો એ પોતાનો અભિપ્રાય આપેલો છે. એ પછી ધાર્મિક હોય કે વૈજ્ઞાનિક. એક માત્ર ભારતીય પોલિમેથ છે, ડૉ. સી. કે. રાજુ, તેઓએ સમયને સઘળા ધર્મો, વિજ્ઞાન, તર્કો, દલીલો દ્વારા જોડીને અર્થઘટન કરી અને સમય શું છે એ સમજાવ્યું છે. એમણે બુક લખી છે ‘ધ ઇલેવન પીકચર ઓફ ટાઈમ’-(સમય ના ૧૧ ચિત્રો.) આ બુકને તમે સારી જિંદગીભર વાંચી શકો છો, દર વખતે તમને અવકાશ, સમય, બ્રહ્માંડ અને ધર્મ વિજ્ઞાન જેવા વિષયો પર અલગ અલગ દ્રષ્ટિકોણ થી જ્ઞાન અને સમજૂતી મળતી રહેશે એની ખાત્રી.

To Top ↑