આપણી ગેલેક્સી એટલે મિલકી-વે ગેલેક્સી અથવા આકાશગંગા અથવા મંદાકિની. જે એક વિશાળ તારપુંજ છે. જેની અંદર લગભગ ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે. આકાશગંગા સ્પાઇરાલ મોશનમાં ગતિમાન છે તેમજ મુખ્યત્વે ૪ બાજુઓ ધરાવે છે.
૧ સ્કૂટમ-સેન્ટઆઉરસ
૨. પેરસિયસ
૩. નોર્મા
૪. સેજીટેરીયસ
પ્રથમ બે ક્રમની બાજુઓ ગેલેક્સીની દળદાર બાજુઓ, જેને ગેલેક્સીની મેજર આર્મ્સ પણ કહે છે, જે મુખ્યત્વે નવા અને જૂના વિશાળ તારાઓથી વિસ્તરેલી છે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમની બાજુઓને માઇનોર આર્મ્સ કહે છે, જે મેજર આર્મસની વચ્ચે આવેલી છે. જે મુખ્યત્વે ગેસથી ભરેલી છે. જેટલા ખિસ્સામાં ચણિયા બોર સમાય તેટલી માત્રામાં તારાઓનું જીવનચક્ર સતત ચાલતું હોય છે. ટુંકમાં આ માઇનોર આર્મ્સ ના ભાગે ગેસ વધુ આવેલો છે, સ્વાભાવિક છે આ બાજુઓથી કવર થયેલી ગેલેક્સીનો ભાગ દળમાં હલકો છે. પેરસિયસ અને સેજીટેરીયસ બાજુઓની વચ્ચે પ્રમાણમાં ખૂબજ નાની, એકદમ પાર્સિયલ કહી સકાય એવી બાજુ આવેલી છે જેને ઓરિયન આર્મ કહે છે. સુર્ય આ ઓરિયન આર્મની નજીક આવેલ છે. સુર્યની આસપાસ પૃથ્વી સહિત અન્ય ગ્રહો, ઉપગ્રહો અને અસંખ્ય અવકાશિય પદાર્થો અવિરત પરિભ્રમણ કરે છે એ સૌને ખ્યાલ જ છે, પણ આપણી સોલાર સિસ્ટમ પણ ગેલેક્સીની મુખ્ય ૪ બાજુઓ પૈકી એક બાજુમાં આવેલી હોય, આ ચારેય બાજુઓ પણ ગેલેક્સીમાં સેન્ટરીફયુગલ ફોર્સથી ફરે છે. આપણાં સુર્ય સહિત અસંખ્ય તારાઓ આવીજ રીતે ઊડતી રકબીની માફક ફ્લેટ ડિસ્કમાં ગોઠવાઈને ગેલેક્સીના કેન્દ્રગામી બળની દિશામાં, ચક્રીય માર્ગે ગેલેક્સીના કેન્દ્રની નજીક જતાં હોય છે. મતલબ મનુષ્ય એક એવા પ્લેનમાં બેસીને જીવન પસાર કરે છે જે પૃથ્વીની આજુબાજ ફરે છે,અને એ પૃથ્વી સુર્યને અને સૂર્ય ઓરિયન આર્મની ફ્લેટ ડિસ્ક પર (ઊડતી રકાબીમાં), અને આ આર્મ ગેલેક્સીને કેંદ્રગામી ચક્કર લગાવી રહ્યું છે. આપણી ગેલેક્સી ૬૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાન છે. આ ચક્ર અહિયાં નથી અટકતું, તારાઓના આ સમૂહને ગેલેક્સી કહે છે. ગેલેક્સીની અંદર 1 કરોડ નાના તારાઓ તેમજ 10 નિખર્વ વિરાટ તારાઓ આવેલા છે. આપણી આકાશગંગા (મંદાકિની) એ અસંખ્ય તારાઓ, ડાર્ક મેટર અને વાયુ વાદળોનો સમૂહ છે. હજુ સુધીમાં 100 અબજ જેટલી ગેલેક્સીઓ મળી આવેલ છે. ગેલેક્સીઓના સમૂહને ક્લસ્ટર કહે છે. આવા ક્લસ્ટરોના સમૂહને સુપર ક્લસ્ટર કહે છે.
હવે ધારોકે તમે, આપણી ગેલેક્સી - આકાશગંગાના કેન્દ્રમાં સફર કરી રહ્યા છો (ઇન્ટરસ્ટેલર મૂવીમાં વર્ણન છે, લિન્ક નીચે સોર્સમાં) જે પૃથ્વી સપાટીથી લગભગ ૨૬ હજાર પ્રકાશ વર્ષ દૂર છે, અને તમે એક ચપટી સપાટી પર ઊભા છો, ત્યારે તમારી સામે એક મહાકાય, વિશાળ, જાયન્ટ, જાયજેન્ટીક, મોન્સ્ટર, કદાવર કહી શકાય એવા ડાર્કસ્ટાર જે બિલકુલ અદ્રશ્ય છે પણ તમને એની અનુભૂતિ થાય છે ,કેવી અનુભૂતિ અને કેવી રીતે?? તમે જોયેલું એક પાવરફૂલ વેક્યૂમ મશીન જેને આપણે સફાઈમાં ઉપયોગમાં લઈએ છીએ. સફાઇ દરમ્યાન જે રીતે એક સૂક્ષ્મ વાળ પળવાર માંજ વેક્યૂમ મશીનની અંદર સમાઈ જાય છે. મશીનની માફક જ, બસ એજ છે આ કદાવર બ્લેકહૉલ. સાક્ષાત ગ્રેવીટી. પ્રચંડ માત્રામાં ગુરુત્વાકર્ષણ જે ખૂબજ આસાનીથી ગેલેક્સીમાં આવેલા તારાઓને પેલા સૂક્ષ્મ વાળની માફક પોતાની અંદર સમાવી લે છે. બ્લેકહૉલ એ અતિતીવ્ર કહી શકાય એવું ગુરુત્વાકર્ષણ ધરાવે છે જેની ચપેટમાં નાના તારાઓજ નહી પણ આપણાં સુર્ય કરતાં લાખો-કરોડો ગણા કદમાં દળદાર પદાર્થોને ખૂબજ ત્વરિતતાથી ઓગળી જાય છે. આપણી પૃથ્વીની તો શું મજાલ? એતો પ્રકાશના કિરણોને પણ પોતાની અંદર ખેચી લ્યે છે. ટુંકમાં આ એક એવું સત્ય છે જેનાથી દૂર ભાગવું અશક્ય છે. આ બ્લેકહૉલની ધારણા માત્ર આપણી ગેલેક્સીની છે, આવી અસંખ્ય ગેલેક્સીના કેન્દ્રમાં આવા બ્લેકહૉલ આવેલા હોય છે. જે સમગ્ર ગેલેક્સીને પોતાની તરફ આકર્ષતા હોય છે.
આપણે બ્લેકહૉલ શું છે એનાથી માહિતગાર થયા. આપણે સમજવું છે કે આ બ્લેકહૉલની આજુબાજુ એવું તો શું હશે કે આટલી માત્રામાં પ્રચંડ ગુરુત્વાકર્ષણ પેદા કરે છે.?
ગેલેક્સીના કેન્દ્રમાં એક્ટિવ ગેલેક્ટિક ન્યૂક્લિયસ (AGN) નામનું ઘનિસ્ટ ક્ષેત્ર આવેલ હોય છે, જે સમયાંતરે પ્રચંડમાત્રામાં ઇલેક્ટ્રો મેગ્નેટિક પાવર, રેડીએશન સ્વરૂપે એનર્જી ઉત્પન કરતું હોય છે, જે એક સામાન્ય તારો પોતાના જીવનકાળ દરમ્યાન ઉત્પન નથી કરી શકતો. જેને અવકાશિય ભાષામાં લૂમીનોસિટી કહે છે, મતલબ તેજસ્વીતા. આ ઈનોર્મસ એનર્જી અવકાશમાં વિવિધ સ્વરૂપે ચલિત હોય છે જેને સંગ્રહવી શક્ય નથી, એટલેજ તો એજ તો છે એનર્જી, ઓરા, કે પછી આભા, જે વ્યક્તિગત રીતે પોત-પોતાની સાથે હોય છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે જેવી જેની સંગત એવો એનો પ્રભાવ.
‘ગુરુત્વાકર્ષણ એટલે દબાણ અને તેજસ્વીતા એટલે પ્રભાવ’
જે ગેલેક્સીમાં AGN ક્ષેત્ર આવેલું હોય તે ગેલેક્સીને એક્ટિવ ગેલેક્સી કહેવાય છે. AGN ક્ષેત્રએ અવકાશિય પદાર્થો, તારાઓ, નેબયુંલાઓ, સ્ટાર ક્લસ્ટર અને અન્ય ગેલેક્સીઓને પોતાની તરફ પ્રચંડતાથી ખેંચે છે અને ગુરુત્વાકર્ષણથી પોતાના કદની સંવૃદ્ધિ કરે છે. અને એક સુપર મેસીવ બ્લેકહૉલમાં પરિવર્તિત થાય છે. AGN ની ક્ષમતા એ કેન્દ્રમાં આવેલ બ્લેકહૉલના દળ, ગેસ તથા અન્ય અવકાશિય પદાર્થોની બ્લેકહૉલમાં સંવર્ધનની ગતિ, તેમજ કેંદ્રમાંથી છૂટી પડતાં અવકાશિય રજકણો અને આયનીકૃત અવકાશિય પદાર્થો (જેને આપણે સામાન્ય ભાષામાં પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ) પર આધારિત છે. પ્લાઝમા એ વાસ્તવમાં પદાર્થની ચોથી અવસ્થા છે. (ઘન, પ્રવાહી, વાયુ અને ચોથું પ્લાઝમા.) જે ઇલેક્ટ્રિક સુપર કંડકટર તરીકે પણ ઓળખાય છે. લાંબા અંતર સુધી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક એનર્જી પ્રભાવિત કરે છે.
સૌથી વધુ શક્તિશાળી AGN ને આપણે QUASARS તરીકે ઓળખીએ છીએ. QUASARS એ ગેલેક્સીના કેન્દ્રમાં એટલેકે AGN ક્ષેત્રમાં હોય છે. QUASARS એક સુપર મેસીવ બ્લેકહૉલ છે, જે પોતાની આસપાસ અસંખ્ય અવકાશિય પદાર્થો યુક્ત જાઇજેન્ટિક ડિસ્ક (આવરણ) ધરાવે છે. ક્રમશઃ અવકાશિય પદાર્થો ગુરુત્વાકર્ષણથી બલેક હોલમાં હોમાઈ જતાં હોય છે. બ્લેકહૉલમાં હોમાતા પદાર્થોને ખૂબજ પુષ્કળ માત્રામાં ગરમી મળે છે જેથી AGN પોતાની હોસ્ટ ગેલેક્સીને ઝળહળીત કરે છે. QUASARS એ QUASI-STELLAR RADIO SOURCE નું ટુંકુ નામ છે જેનો મતલબ રેડિયોએક્ટિવ સોર્સ ઉત્સર્જિત સાથે જોડાયેલો છે.
બ્લેકહૉલ માંથી જેટ ઉત્પન થાય છે. જેટ એટલે, વાસ્તવમાં અવકાશિય પદાર્થો જ્યારે બ્લેકહૉલમાં સમાઈ ત્યારે પદાર્થના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન એનર્જીના સંપર્કમાં આવતાની સાથેજ પ્લાઝમા સ્વરૂપે ખૂબજ પ્રચંડ વેગથી એનર્જી છૂટી પડે છે અને કરોડો પ્રકાશ વર્ષ સુધી પ્રશરી ખૂબજ ઝળહળે છે. (રોશની સ્વરૂપે)
BLAZAR (બ્લેઝર) એ AGN જ છે, જેમાંથી ઉત્પન થતો જેટનો વેગ પ્રકાશના વેગ જેટલો જ હોય છે, તેની દિશા પૃથ્વી તરફ છે.
બ્લેકહૉલ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જયાં સમયની ઝડપ એકદમ ધીમી થઈ જાય છે, એટલેજ તો આપણી નજીકની ગેલેક્સી એંડ્રોમેડા ના સમય પરિમાણ આકાશગંગા કરતાં જુદા છે. સમય અને બ્લેકહૉલ વિશે ફરી ક્યારેક પોસ્ટ લખીશ.
બ્લેકહૉલ અને quasars સમજવા માટે અહિયાં એક વિડીયો શેર કરું છું.
(વિડીયો ક્રેડિટ- નેશનલ જિયોગ્રાફી)
માહિતી સોર્સ
https://factslegend.org/25-interesting-quasar-facts/
https://www.space.com/17262-quasar-definition.html
https://www.windows2universe.org/the_universe/QSO.html
https://www.science.org/doi/abs/10.1126/science.154.3754.1281
https://youtu.be/kOEDG3j1bjs
https://youtu.be/REa6C9KrgYw