તારાઓનું જીવન ચક્ર

તારાઓનું જીવન ચક્ર

બિગબેંગ ઘટના પછી યુનિવર્સ ક્રમશ પાંચ તબ્બકા વાર વિસ્તરણ પામી રહ્યું છે.

(1) PRIMORDIAL ERA

(2) STELLIFEROUS ERA,

(3) THE DEGENERATE ERA,

(4) BLACK HOLE ERA અને

(5) DARK ERA.

પ્રીમોરડીયલ એરા દરમ્યાન બ્રહ્માંડનું વિસ્તરણ થવાની સાથે (10 સેકંડ થી લઈને 20 મિનિટ સુધી) બિગબેંગ ન્યુકિલયસ્ સીનથેસિસ થયું, જેને પ્રીમોરડીયલ ન્યુકિલયસ્ સીનથેસિસ પણ કહેવાય છે. આ ઘટનાના પરિણમે હાઈડ્રોજન-આઇસોટોપ ડ્યુટેરિયમ, હીલિયમ-આઇસોટોપ,  હીલિયમ-4 તથા હીલિયમ-3 તેમજ લિથિયમ-આઇસોટોપલિથિયમ-7 અસ્તિત્વમાં આવ્યા. આ સાથે આણ્વીય કદમાં ભારે એવા બે રેડિયોએક્ટિવ-આઇસોટોપ, હાઈડ્રોજનન-આઇસોટોપ ટ્રીટિયમ અને બેરેલીયમ-આઇસોટોપ બેરેલીયમ-7 પણ અસ્તિત્વમાં આવ્યા.

પ્રીમોરડીયલ એરા માં યુનિવર્સ એ પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોન, ન્યુકિલયર બળો, રેડીએશન એનર્જી અને વાયુ સમૂહોના જુથ અચોક્કસ રીતે પ્રચંડ-એનર્જી સાથે અવિરત વિસ્તારી રહ્યું હતું. 

(આઇસોટોપ- તત્વના કેન્દ્ર માં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, રેડિયોએક્ટિવ આઇસોટોપ આણ્વીય દળ માં ભારે અને ખૂબજ અસ્થિર હોય છે. તેઓ આલ્ફા, બીટા અને ગેમાં જેવા ક્ષ-કિરણો ઉત્સર્જિત કરતાં હોય છે, ન્યુટ્રોન ની સંખ્યાની વધ ઘટ થી મૂળતત્વ નથી બદલાતું પણ, આઇસોટોપ નું નિર્માણ થાય છે)

યુનિવર્સ માં ફેલાયેલો મોટા ભાગનો હીલિયમ વાયુ એ વાસ્તવ માં  પ્રીમોરડીયલ ન્યુકિલયસ્ સીનથેસિસને કારણે ઉત્પન થયેલ હીલિયમ-4 છે. હાઈડ્રોજન, હીલિયમ અને લિથિયમ વાયુઓ બિગબેંગ ઘટનાની ઉપજ છે, આ તત્વોથી દળમાં ભારે તત્વોની ઉત્પતિ લાંબા સમય પછી એટલે કે સ્ટેલર નયુકલીઓ સીનથેસિસ દરમ્યાન થઈ હતી.

 

 

સ્ટેલીફેરોસ એરા (દ્રિતીય તબબકો- હાલ આપણે આ તબ્બકામાં જીવી રહ્યા છીએ)

આ એરા દરમ્યાન તારાઓ, તારા-વિશ્વોનું (ગેલેક્સી) નિર્માણ કેવી રીતે થાય.? એ સમજવા માટે આપણે નેબ્યૂલા અથવા નિહારિકાની ભૂમિકા સમજવી પડે.

નેબ્યૂલા

નેબ્યુલા એ તારા ઉત્પન કરવાની નર્સરી છે. નેબ્યૂલા એ મુખ્યત્વે હાઈડ્રોજન, હિલીયમ, પ્લાસમા અને ભારે તત્વોની રજ (મેટર) મિશ્રિત ઘટ્ટ વાદળ છે. પ્રચંડ ગ્રેવીટીને કારણે ઘટ્ટવાયુઓ અને મેટર મિશ્રણનું સંકોચન થાય છે, અને વિષ્ફોટ થાય છે. જેમ જેમ ઘટ્ટવાયુઓ કેન્દ્ર માં ઘનત્વ પ્રાપ્ત કરે છે તેમ તેમ કેન્દ્ર માં પ્રચંડ ગરમી ઉત્પન થાય છે, ગ્રેવીટીને કારણે વધુ ઘટ્ટવાયુઓ અને મેટર મિશ્રણ કેન્દ્રની ગરમી માં હોમાઈ છે અને આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહે છે, સમયાંતરે કેન્દ્રનું તાપમાન 15,000,000 ડિગ્રી જેટલું પોહચે છે અને વાદળના કેન્દ્રમાં નયુકિલયર ફયુસનની શરૂઆત થાય છે, અને અંતે નેબ્યૂલાનું દળદાર ચળકાટ તારા સ્વરૂપ માં નિર્માણ થાય છે. તારાનું દળ એ નેબ્યૂલા માં રહેલી મેટર આધારિત હોય છે.  (મેટર એટલેકે, જે દળદાર હોય અને વજનમાં હોય એવું)

તારાની લાઈફ કેટલી હશે, એ તેનું દળ (મેટર) કેટલું હશે એ પરથી નક્કી થાય છે, જેમ દળ વધારે હશે , (સ્વાભાવિક રીતે ગેસ ઓછો જ હશે, મતલબ ઈંધણ રૂપી હાઈડ્રોજન ઓછો)  તેમ આયુષ્ય ઓછું. જેમ દળ ઓછું તેમ આયુષ્ય વધારે. તારા ના જીવનકાળ દરમ્યાન નયુકિલયર ફયુસનની પ્રક્રિયામાં  કેન્દ્ર માં રહેલો હાઈડ્રોજન સતત વપરાશ થતો રહે છે, ઉર્જા ઉત્પન થતી રહે છે અને તારો જળહળતો રહે છે. આ સમગ્ર પ્રક્રિયા તારાના પેટાળમાં થાય છે, હજુ પણ તારાની બાહ્ય સપાટીમાં હાઈડ્રોજન છે, તેને કારણે બાહ્ય સપાટી વિસ્તરણ કરતી રેહશે, હાઈડ્રોજન પૂરો થતાં ધીમે-ધીમે બાહ્ય સપાટી ઠંડી પડશે, અને ચળકતો તારો એક લાલ કલરનો વિશાળ ગોળો બની જશે. તેને રેડ જાયન્ટ તરીકે પણ ઓળખાય છે. નયુકિલયર ફયુસન પ્રક્રિયા માં હાઈડ્રોજન ની ખપત થતાં તેનું હીલિયમ માં રૂપાંતરણ થાય છે, અને છેવટે હીલિયમ બળીને કાર્બન માં પરિણમે છે અને છેવટે બે પ્રકારની રસપ્રદ ઘટના ઘટે છે.

એક,કે જે તારાનું પ્રારંભિક દળ નાનું હતું, તેમની આયુષ્ય વધારે હતી, અને એ તારો વધુ સમય માટે જળહળતો રહે છે, હાઈડ્રોજનની ખપત ધીમે થાય છે અને તારો WHITE DWARFT અને અંતે BLACK DWARFT બનીને નિષ્ક્રિય બને છે.

બીજી, જે તારાનું પ્રારંભિક દળ મોટુ હતું, તેમની આયુષ્ય ઓછી હતી, કારણકે, હાઈડ્રોજન રૂપી ઈંધણ જડપથી વપરાય  છે, દળમાં મોટો તારો અંતે રેડ-જાયન્ટ બને છે, અને છેવટે સુપરનોવા વિસ્ફોટ થાય છે, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હોય છે કે આપણાં સુર્ય દ્વારા ઉત્પન થતી ઉર્જા કરતાં1.3 થી 3 ગણી ઉર્જા ઉત્પન થાય છે. વિસ્ફોટના અંતે ન્યુટ્રોન તારો બને છે. આ તારાનું કદ વિસ્ફોટ પછી પણ, આપણાં સુર્ય કરતાં 3 ગણું વધારે હોય છે.  

આ પ્રક્રિયાને અંતે પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ એ ન્યુકિલયર બળો પર હાવી થઈ જાય છે. તારાના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનને ગળી જાય છે, અને એ બ્લેક હોલ બની જાય છે. બ્લેકહોલ પ્રચંડ ગુરુત્વાકર્ષણ ધરાવે છે, તેમની આસપાસની કોઈ પણ કદની મેટરને અને ઉર્જાને ગળી જવાની ક્ષમતા રાખે છે.    

તારાઓના સમૂહને ગેલેક્સી કહે છે. ગેલેક્સીની અંદર 1 કરોડ (107) નાના તારાઓ તેમજ 10 નિખર્વ (1013) વિરાટ તારાઓ આવેલા છે. આપણી આકાશગંગા (મંદાકિની) એ અસંખ્ય તારાઓ, ડાર્ક મેટર અને વાયુ વાદળોનો સમૂહ છે. હજુ સુધીમાં 100 અબજ (1011) જેટલી ગેલેક્સીઓ મળી આવેલ છે. ગેલેક્સીઓ ના સમૂહને ક્લસ્ટર કહે છે. આવા ક્લસ્ટરોના સમૂહને સુપર ક્લસ્ટર કહે છે. જાણતા નવાઈ લાગશે કે, આ સુપર ક્લસ્ટર જે છે એમનો 90% ભાગ ડાર્ક મેટર છે, મતલબ એ 90% વિશે હજુ કઈ શોધખોળ થઈ નથી, કોઈ ઠોસ જાણકારી નથી. મિત્રો આ છે આપણું  બ્રહ્માંડ.   

પોસ્ટ સાથે એક 3 મિનિટનો વિડીયો મૂક્યો છે. તારાઓનું જીવન ચક્ર સમજવા માટે મદદરૂપ થશે.       

 

સંદર્ભ

https://youtu.be/fKeZOPRTgiQ (પોસ્ટ વિડીયો લિન્ક)

https://en.wikipedia.org/wiki/Nebula

https://bigthink.com/surprising-science/5-universe-eras

https://jwst.nasa.gov/education/JWSTLifeCyclesActivity.pdf

https://spacecenter.org/what-is-a-nebula/

https://bigthink.com/surprising-science/5-universe-eras?rebelltitem=5#rebelltitem5

https://imagine.gsfc.nasa.gov/educators/lessons/xray_spectra/background-lifecycles.html#:~:text=A%20star's%20life%20cycle%20is%20determined%20by%20its%20mass.&text=As%20the%20main%20sequence%20star,core%20becomes%20unstable%20and%20contracts.

https://www.alvinisd.net/cms/lib/TX01001897/Centricity/Domain/6241/Components%20of%20the%20Universe.pdf

To Top ↑