સ્ટાફ પરિવાર


ચિરાગભાઈ રાણા
વિષય : ગણિત, વિજ્ઞાન
ધોરણ : ૬ થી ૮
ઉચ્ચ પ્રાથમિક ધોરણોમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક. વિજ્ઞાન એમનો ગમતો વિષય. શાળામાં બાળકોને વિજ્ઞાનમાં રસ પડે એ માટે વિવિધ પ્રયોગો કરવામાં બાળકોને રસ ઉત્પન્ન કરવામાં પ્રયત્નશીલ.
વિજ્ઞાનના પ્રયોગો થકી બાળકોમાં જ્ઞાનનુ સિંચન કરવામાં ઉત્સાહી. દરેક બાળકોને નાના નાના પ્રયોગો કરાવે. વિજ્ઞાન વિષય પર અનુભવ આધારિત જ્ઞાન મળે એ માટે બાળકોની કાળજી રાખે.
વિજ્ઞાન થકી જ જીવનમાં સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી રહી શકાય એ બાળકોને સમજાવીને ગામડાંના બાળકોને શિક્ષણ આપનાર શિક્ષક.


ભાવેશભાઈ પવાર
વિષય : અંગ્રેજી
ધોરણ : ૬ થી ૮
ઉચ્ચ પ્રાથમિક ધોરણોમાં ભાષા શિક્ષક. શાળામાં કમ્પ્યુટર ક્ષેત્રે સૌથી નિષ્ણાંત શિક્ષક. ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં માહેર. વહીવટી બાબતોમાં શાળામાં ઉપયોગી. બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થકી શિખવા માટે હંમેશા અગ્રેસર. બાળકોને નવી નવી ટેકનોલોજીનો પરિચય એમની પાસેથી જાણવા મળે.
શાળામાં દરેક શિક્ષકોને ટેકનોલોજી બાબતે માર્ગદર્શક પુરું પાડે. શાળાને ટેકનોલોજી થકી આગળ લાવવા હંમેશા ચિંતિત.


દિપ્તીબેન વાઘેલા
વિષય : ગણિત , વિજ્ઞાન
ધોરણ : ૬ થી ૮
ઉચ્ચ પ્રાથમિક ધોરણોમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક. શાળામાં બાળકોને ગણિત વિષય શિખવાડે. ચોક્કસાઈ અને દેશદુનિયાની અદ્ભુત વાતોનાં જાણકાર.
શાળામાં ગણતિ વિજ્ઞાન પ્રદર્શન હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્રાર્થના સંમેલન કે પછી વર્ગ ખંડ કાર્યમાં બાળકોને જોડનાર. વિવિધ અનુભવો બાળકો સાથે વહેંચીને જીવનન જીવનની શ્રેષ્ઠ વાતો શિક્ષણ સાથે જોડવાની આવડત.
શાળામાં સૌથી વધુ ભાષાઓ જાણકાર શિક્ષક. શાળામાંથી ભણીને ગયેલા બાળકોને પણ શિક્ષણ લેવાં માટે સતત પ્રેરણા પુરી પાડનારા.